વિશ્વાસ
વિશ્વાસ
1 min
400
આજ ફરી એક નવો દિવસ ઊગ્યો
ઉદાસીન રાત ને દૂર વાદળમાં પહોંચાડી
સોનેરી કિરણો છેક મારા ઘર સુધી પહોચી
ઝીણી આંખો કરી આકાશ સમક્ષ જોયાં પછી
નવી આશ અને ઈશ પર વિશ્વાસ રાખી ઉઠયો
ગાડું જોડી ડગલાં ભરતાં ભરતાં ખેતરે પહોચી.
લઈ સ્મરણ પ્રભુ તારું વિશ્વાસે ને કર્યુ શ્રી ગણેશ
ત્યાં અચાનક વાદળ વરસે ઝીણાં ઝીણાં મોતી રે
થઈ ધરતી લીલુડી ને ઊરમાં રહે ઘણી ઉમંગ રે.
