મારી વ્હાલી મા
મારી વ્હાલી મા
મારી વ્હાલી મા
જાણું છું તું મારી પાસે નથી
છતાં શ્વાસે શ્વાસે તારી અનુભુતિ થાય છે
બંધ કરું હું મારી આંખોને
તારો ચહેરો જ દેખાય છે
છેક બાળપણની યાદગાર ક્ષણ યાદ આવે છે
આવું છું કહીને ચાલી ગઈ હતી
ને એક અકસ્માતની શિકાર બની
લઈ ચિરવિદાય તું સાવ એકલી મૂકી ગઈ
પછી તો તારી લાડકી દીકરી
બીજા માટે પારકી ધન કહેવાઈ
મારાં જીવન સંઘર્ષ મા હું થઈ સાવ એકલી
પણ હું જાણું છું તું સદાય મારી પાસે છો
મારા સુખમા- દુઃખમા મારી પડછાઇ થઈ રહી છો
તારો ચહેરો જ મને યાદ છે તે જ મારા અસ્તિત્વને ટકાવી રહ્યું છે
મારી વ્હાલી મા
જાણું છું તું મારી પાસે નથી
છતાં શ્વાસે શ્વાસે તારી અનુભુતિ થાય છે
