તને મારા સોગંદ
તને મારા સોગંદ
એ ઝાડ તને મારા સોગંદ.
સાચું કહેજે તને પણ પડછાયો ગમે કે નહીં..
આમ તડકા અને છાયાની રમત ગમે કે તને.
અને રાત થાય ત્યારે સુખેથી સૂવાનું મન થાય ?
એ ઝાડ ! તને મારા સોગંદ.
સાચું કહેજે તને કોઈ પાણી પાય ત્યારે ગમે કે નહીં..
આમ ઊભા રહી અનિમેષ નયને જોવું ગમે કે તને.
અને કોઈ વિસામો લે ત્યારે વ્હાલ કરવાનું મન થાય ?
એ ઝાડ તને મારા સોગંદ
સાચું કહેજે તને તારા ફળ-ફૂલ ગમે કે નહીં..
આમ લીલાં પાંદડાંઓ સાથેનો સહવાસ ગમે કે નહીં..
અને કોઈ ડાળીએ બેસી તને ઝૂલવાનું મન થાય ?
એ ઝાડ તને મારા સોગંદ.
સાચું કહેજે તારા પર કોઈ આમ કોઈ ઘા કરે તો ગમે..
આમ ચૂપચાપ બધુજ સહી લેવું તને કેમ ગમે..
અને મોટાં વન વગડા વચ્ચે તને રહેવાનું મન થાય ?
એ ઝાડ તને મારા સોગંદ.
