STORYMIRROR

Jaydip Bharoliya

Fantasy

3  

Jaydip Bharoliya

Fantasy

નું શું થશે ?

નું શું થશે ?

1 min
473


હશે રાધા તો મીરાં નું શું થશે?

આવશે રુક્ષ્મણી, તો રાધાનું શું થશે?


તારી પ્રીત ને સોબત છુટી

વૃંદાવન વેરાન થયું!

નહીં ગુંજે જો વાંસળીના સુર

તો આ વેરાન વન નું શું થશે?


આવી પુનમની અંજવાળી રાત

ગોપીઓ બધી ટોળે મળી

નહિં આવે જો શ્યામ તું

તો આ રાસલીલાનું શું થશે?


ફુલોની મહેકથી બાગ મહેકાયો છે

રાધા આવી ને વાટ જોવે છે

તું નહિં આવે જો કાન્હા

તો વાટે બેસેલી રાધાનું શું થશે?


જોગણ બની હું તને પામવાં

હવે દર્શન દે ગિરિધર તું

નહિં આવે જો દર્શન દેવા

તો "જોગણ" બનેલી મીરાંનું શું થશે?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy