મળી જાય તો કેવું?
મળી જાય તો કેવું?


આકાશને ધરતી મળી જાય તો કેવું?
સાગરને સરિતા મળી જાય તો કેવું?
પવનને મહેક મળી જાય તો કેવું?
શબ્દોને સૂર મળી જાય તો કેવું?
અશ્રુને મીઠાશ મળી જાય તો કેવું?
હૃદયને ધડકન મળી જાય તો કેવું?
સૂરજને ચાંદની મળી જાય તો કેવું?
તારાને ચમક મળી જાય તો કેવું?
તારાં ગાલને લાલાશ મળી જાય તો કેવું?
કોફી ને ચા મળી જાય તો કેવું?
કૃષ્ણને રાધા મળી જાય તો કેવું?
ને, મને તું મળી જાય તો કેવું?