STORYMIRROR

Jaydip Bharoliya

Fantasy Inspirational

3  

Jaydip Bharoliya

Fantasy Inspirational

ગામડાનો ટહૂકો

ગામડાનો ટહૂકો

1 min
11.9K

ટોચની ડાળે બેઠી કોયલ કૂ કૂ ગાય

ટહૂકો સાંભળવાને ગામ એકઠું થાય


ગહેરી નીંદમાંથી સૌ કોઈ જાગે ફટાફટ

ને બળદ જોતરી ખેતર ભણી જાય


ખુલ્લી હવા ને ખુલ્લું આકાશ મજાનું

બપોર પડે ને, બેઠે વૃક્ષની છાય


કામ કરી થાક્યો રાહ જૂએ પદમણીની

આવે છે, જો ઝાંઝરનો અવાજ સંભળાય


ભરબપોરે મીઠાં તડકાંની છે એવી મજા

બિચારો ગોળ રોટલો કેવો ખુશીથી ખાય!


કાળી વાદળીઓ હવે ચાલી વિહરવા

સૂરજ લાભ લઈને તેની પાછળ સંતાય


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy