વ્યથા
વ્યથા
વર્ષોથી મનની વ્યથા કહેવી છે
તારાં અભાવની વાત એવી છે
વેરાન હૃદય તરસી રહ્યું છે, ને
દશા જળ આભાસ જેવી છે
ઈચ્છા અનેક સેવી બેસ્યો છું
જે અધૂરી જ રહેશે એવી છે
ખુશીઓ ને સુખ તું રાખી લે
મારે ભીતરમાં આગ સહેવી છે
સંઘરી રાખી છે અઢળક વાતો
એક ગઝલમાં બધી કહેવી છે.