STORYMIRROR

Jaydip Bharoliya

Romance

3  

Jaydip Bharoliya

Romance

તને પાછું આવવું ગમશે કે નહીં?

તને પાછું આવવું ગમશે કે નહીં?

1 min
225


મોસમનો એ છેલ્લો છેલ્લો વરસાદ,

જ્યારે તું થઈ મારી જીંદગીમાંથી બાદ,

કરવી છે આજે તને ઘણીયે ફરિયાદ,

હવે તને પાછું આવવું ગમશે કે નહીં?


આસુંઓ ઝરમર વહી નયનોને છોડી ચાલ્યાં છે,

ઘણાં દિવસો પછી દર્દના બંધ દ્વાર ખોલ્યાં છે,

બેવફાઈના બોલ મેં પણ ઘણાં ઝીલ્યાં છે,

હવે તને પાછું આવવું ગમશે કે નહીં?


દીલ મારું જાણે તારી પાસે મજદૂર છે,

હવે પાછાં મળવાંની વાત બહુ દૂર છે,

રાતભર આંખોમાં તારી યાદોના પૂર છે,

હવે તને પાછું આવવું ગમશે કે નહીં?


હું તારો જ છું, આ વાતથી તું અંજાન છે,

મારી જીંદગી તારી માટે કુરબાન છે,

મારી ધડકનમાં તું જ છે, એટલે પુછું છું,

હવે તને પાછું આવવું ગમશે કે નહીઁ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance