STORYMIRROR

Jaydip Bharoliya

Romance

4  

Jaydip Bharoliya

Romance

કોઈ તો આવશે

કોઈ તો આવશે

1 min
23.2K

ભિંજાઈને ઝાકળે કોઈ તો આવશે,

શોધવાને છાયડો કોઈ તો આવશે,


સુણવાને કલરવ મધુર આ પંખીનો,

થઈ જવાને મુગ્ધ કોઈ તો આવશે,


લાગે ઠોકર જીવનના આ પથ પર, 

તો, ઝાલવાને હાથ કોઈ તો આવશે,


ભલે રહે દુર પણ હશે ચિંતા મારી,

આંસુ લુછવાને કોઈ તો આવશે,


નિરખું ઝરણાંના જળને હું એકલો,

સાથ આપવાને કોઈ તો આવશે,


બહું બોલ્યાં કરું છુ આજકાલ,

ચુપ કરવાને ફરી કોઈ તો આવશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance