STORYMIRROR

Jaydip Bharoliya

Inspirational

4  

Jaydip Bharoliya

Inspirational

સૈનિકનુંં જીવન

સૈનિકનુંં જીવન

1 min
465


તમારે વ્રત આવે જાગરણ તો જ હોય છે,

અમારે અહિંયા જાગરણ રોજ હોય છે,


દૂર દૂર સુધી રણ છે, વરસાદનો પત્તો નથી,

તોય કાળઝાળ ગરમીમાં મોજ હોય છે,


ક્યાં કોઈ અમને મળવાં આવે છે અહીં,

અમારે તો રોજ, દુશ્મનની ખોજ હોય છે,


કોણ જાણે? ક્યારે ગોળી દીલ પાર થાય,

સહારે બસ અમારી ફોજ હોય છે,


ભલા કેમ અમને નિંદર આવે અહીં?

અમારે શિર આખાંયે દેશનો બોજ હોય છે,


રક્ષા અમારી હંમેશા થાય છે, કારણ

સાથ મા-બાપના આશિષનું ઓજ હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational