પ્રેમ કે વ્હેમ
પ્રેમ કે વ્હેમ
હું જીવ્યો નથી કે મર્યો નથી ત્યારથી,
બેવફાઈના આરોપ સનમ લગાવો છો,
પ્રેમ આપણે બંનેએ સરખો કર્યો હતો
તો શીદને મારી જ કિંમત કમ લગાવો છો ?
આ જનમ સાથ નિભાવી શકો તો ઘણું,
કાં વચનમાં મફત સાત જનમ લગાવો છો ?
છો આપની ઈચ્છા નથી, જૂઠ કાં બોલો છો ?
જુદા થવાને, મધ્યે શાને ધરમ લગાવો છો?
પહેલા તો મળતા હતા નિઃસંકોચ ગમે ત્યાં,
તો હવે જગની શાને શરમ લગાવો છો ?
હું પરજન કહું કે સ્વજન કહું તમને ?
દર્દ આપીને પછી મરહમ લગાવો છો.

