STORYMIRROR

Jaydip Bharoliya

Romance

4  

Jaydip Bharoliya

Romance

શોભે

શોભે

1 min
338

ઝરુખામાં ઉભી મારી પ્રિયતમા શોભે,

નાકમાં એના ઝુલતી નથડી શોભે,


કેડ કંદોરો બાંધી પાણી ભરવા જાય,

જો, કોમળ કમરે ખાલી માટલુયે શોભે,


લલાટે ચોડેલી લાલ બિંદી મન મોહે,

કાને ઝુલે ઝુમખાં, જો એ કેવી શોભે,


બસ તને દુરથી જોઈ હું ખુશ રહું,

તારાં વિચારોમાંયે મારું જીવન શોભે,


આમ એકલાં ચાલતાં કંટાળી ગયો છું,

તું સાથે ચાલ તો તારો આ પ્રિયે શોભે,


તારાથી હું એવો અંજાય ગયો છું,

મારી આંખે હવે ચાંદ પણ ના શોભે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance