STORYMIRROR

Sharmistha Contractor

Fantasy

4.8  

Sharmistha Contractor

Fantasy

ઝાકળભીની બિંદી..

ઝાકળભીની બિંદી..

1 min
1.0K


રાતે જાગું દિવસે ઝોલું.

સપનું ભાળ્યું મેં તો નોખું.


આવરણોના પરદા પાછળ,

રૂપ તમારું ઝળહળ ભોળું.


આંખ ઉમળકો લઇને ઘૂમે,

હોઠે બેઠું મૌની ટોળું.


હોય રજા તારી નજરોની,

તારા-મારા નામો જોડું.


સપનાઓ જો પૂર્ણ થયા તો,

હરખ-પદૂડી પાંપણ ખોલું.


ઝાકળભીની બિંદી હું તો,

થોડા પ્યારા શ્વાસે ડોલું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy