STORYMIRROR

Chirag Padhya

Drama Fantasy

3  

Chirag Padhya

Drama Fantasy

સાગર

સાગર

1 min
686



સાગર તારા પાણીને સમજાવું કેવી રીતે?

ઉછળતા એ મોજાને મનાવું કેવી રીતે?


નથી આ નદી કે શાંત થઈને વહેતી થશે,

ક્રોધમાં ઘૂઘવતા પાણીને હસાવું કેવી રીતે?


મધદરિયે ડૂબતી નાવને બચાવું કેવી રીતે?

વહી ગયેલા અરમાનોને સજાવું કેવી રીતે?


સાગરના પેટાળમાં શું છુપાયું કોને ખબર?

પેટાળમાંથી રહસ્ય બહાર લાવું કેવી રીતે?


અજ્ઞાનને છલકતા હું અટકાવું કેવી રીતે?

મનના ખૂણામાં જ્ઞાનને સમાવું કેવી રીતે?


ભરતી અને ઓટમાં ક્યાંક અટવાયો સાગર,

સાગર સરિતાનો સંપર્ક સધાવું કેવી રીતે?



Rate this content
Log in

Similar gujarati poem from Drama