STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

હું આતુર બન્યો છું

હું આતુર બન્યો છું

1 min
17


નથી તમને જોયા છતાં હું દિવાનો બન્યો છું,

તસ્વીર તમારી જોઈને હું મસ્તાનો બન્યો છું,

જરરૂ તમે હશો સ્વર્ગની અપ્સરા જેવા,

એટલે જ તમને મળવા હું આતુર બન્યો છુ.


પત્ર તમારો વાંચીને હું રોમાંચિત બન્યો છું,

તમે સ્વપ્નમાં આવો એવું હું ઈચ્છી રહ્યો છું,

જરૂર તમે હશો સાક્ષાત પ્રેમની દેવી જેવા,

એટલે જ તમને મળવા હું આતુર બન્યો છુ.


તસ્વીરમાં તમારૂં સ્મિત હું જોઈ રહ્યો છું,

તમારો સાદ સાંભળવા હું હરખાઈ રહ્યો છું,

જરૂર તમારા શબ્દો હશે મધુર સ્વર જેવા,

એટલે જ તમને મળવા હું આતુર બન્યો છું.


તસ્વીરમાં તમને જોઈને હું પ્રેમમગ્ન બન્યો છું,

તમારી સુંદરતામાં ડુબવા હું મધુકર બન્યો છું,

'મુરલી' તમે હશો મારા દિલમાં વસાવવા જેવા,

એટલે જ તમને મળવા હું આતુર બન્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama