STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

દિલની ધડકન

દિલની ધડકન

1 min
303

હસતી રહે, ખુશ ખુશાલ રહે,

લાગણીમાં સદા ભીંજાતી રહે,

મારા દિલના ઝૂલામાં વાલમ,

સદાય મસ્તીમાં તુ ઝૂલતી રહે.


તુ છો મારા પ્રાણથી ખૂબ વ્હાલી,

દિલમાં નજર નાખી ઝાંખતી રહે,

મારા દિલની તુ ધડકન છો વાલમ,

પ્રેમનો તાલ હમેશા મેળવતી રહે.


નયનો છે તારા જાણે કમળ લોચન,

મારા પ્રેમનું અંજન તુ આંજતી રહે,

નફરતનો અંધકાર દૂર કરી વાલમ,

પ્રેમની જ્યોત દિલમાં જગાવતી રહે.


પ્રેમની ધારા વહાવ્યા કર મુજ પર,

મારી કલમની શાહી તુ બનતી રહે,

કલમથી લખેલા શબ્દોની રચેલી, 

ગઝલની મહેફીલ તુ સજાવતી રહે.


હું છુ તારા શ્ચાસોની સરગમ વ્હાલી, 

પ્રેમ રાગનો આલાપ તુ કરતી રહે,

મારી "મુરલી" નાદના મધુર સ્વરોની,

તાન બનીને તુ પ્રેમથી લહેરાતી રહે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama