શબ્દને પણ મ્હોર ફૂટ્યાં
શબ્દને પણ મ્હોર ફૂટ્યાં
શબ્દને પણ મ્હોર ફૂટ્યાં.
ને હૃદયને છોર ફૂટ્યાં.
મોરલા થઇ નાચ નચવે,
મન ગગનમાં પહોર ફૂટ્યાં.
કાગળે પણ મહેકતા જો,
ટેરવે અંકોર ફૂટ્યાં.
નાનપણ મોટું બન્યું છે,
મૂછને પણ તોર ફૂટ્યાં.
એ બતાવે દોષ વેઢે,
આંગળીએ ન્હોર ફૂટ્યાં.
વાત જો સ્વીકાર આવી,
ચાખ મીઠાં બોર ફૂટ્યાં.
ધીર પગલે શ્વાસ ચોરે,
રાત આખી કોર ફૂટ્યા.
