STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તું

તું

1 min
279

તું મારી હૈયાની હંસીનું કારણ,

તું મારા દુઃખોનું મારણ,

હું વરસતી વાદળી ને,

તું નૃત્ય કરતો મયુર,


હું ઘેઘૂર ઘટાદાર વૃક્ષ,

ને તું મારી નમણી વેલડી,

તું શીતળ પવન ને,

હું લહેરાતું પાન,

તારા થકી છે મારી જાન,


દુનિયાની બધી વાતોથી હું અંજાન,

પણ તારા થકી મારી પહેચાન,

તું સૂરીલી સરગમ, ને હું ગીતનું મુખડું,


તારા થકી સુખ સાવ મારાથી ઢુંકડું,

જીવન ડગર પર હાથ તારો પકડું,

પ્રેમની જંજીરોમાં તને જકડું,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance