રંગ રાખ્યો વસંતે
રંગ રાખ્યો વસંતે
પાન લીલાં ધરી રંગ રાખ્યો વસંતે,
ફૂલમાં સંચરી રંગ રાખ્યો વસંતે,
ગુંજતો થાય વગડો છટા એવી એની,
ત્યાં ઉદાસી હરી રંગ રાખ્યો વસંતે,
મન તો નાચે ઘણી લાગણીઓ ભરીને,
મોજ ઝાઝી ભરી રંગ રાખ્યો વસંતે,
જામતી જાણે ભમરા ને કોયલની સ્પર્ધા,
સૂર મીઠો કરી રંગ રાખ્યો વસંતે,
ઝાડ આખાની 'સાગર' હતી સૂકી ડાળો,
ત્યાં સફર આદરી રંગ રાખ્યો વસંતે.
