ભાગ ભજવ્યો
ભાગ ભજવ્યો
જેને જેવું લાગ્યું એવો ભાગ ભજવ્યો,
કો'એ નાનો, કો'એ મોટો ભાગ ભજવ્યો,
રંગને બદલી જતાં કયાં વાર લાગે ?
કો'એ ધોળો, કો'એ કાળો ભાગ ભજવ્યો,
ખાનગી એ વાતને ફેલાવવામાં,
કો'એ થોડો, કો'એ ઝાઝો ભાગ ભજવ્યો,
બુદ્ધિ આડી ભાગતી ત્યાં વાળવામાં,
કો'એ ખાટો, કો'એ મીઠો ભાગ ભજવ્યો,
પારકી પંચાતમાં 'સાગર' અહીં તો,
જાત મારી તોલવાનો ભાગ ભજવ્યો.
