STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Drama Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama Fantasy

શહેર અને ગામડાની ગુફ્તગુ

શહેર અને ગામડાની ગુફ્તગુ

1 min
204

મારે ગામડે તો પંખીઓના ટહુકાથી

ગુંજે મારું આંગણ,

પણ તારા શહેરમાં તો ખબર ના પડે

જો આવે ફાગણ,


મારા ગામડે તો ખેતી વાડી ઊંચા ઊંચા વૃક્ષો,

આપે તન મન ને નવી ઊર્જા,


આ તારા શહેરમાં તો ઊંચી ઊંચી બિલ્ડિંગ

આપે મનને ઝાઝી તાણ,


મારા ગામડે તો ચોખ્ખા દહીં દૂધ,

એવા જ ચોખ્ખા માનવીના મન,

તારા શહેરમાં તો આ પાઉચના દૂધ,

માનવીના મેલા મન ને ઉજળા તન,


મારા ગામડે તો ગામનો ચોરો,

માનવીને માનવીથી લાવે ઓરો,

એક બીજાનાં દુ:ખે દુ:ખી,

એક બીજાના સુખે સુખી,

તારા શહેરમાં તો ભીડમાં પણ

એકલતા વેઠે છે સૌ દુઃખી દુઃખી,


મારે ગામડે તો શિયાળે તાપણીની હૂંફ,

ભાઈ બંધોમાં પ્રેમની હૂંફ,


તારા શહેરમાં તો ઈચ્છાઓને બાળી

કરે છે તાપ,

મારે ગામડે કુદરતની લીલી ચાદર,

આંખોને ઠંડકને હૈયાને આપે હૂંફ,


તારે શહેર આ સિમેન્ટ કોંક્રિટનું જંગલ,

પ્રકૃતિનો કરે અહીં અનાદર,

મારે ગામડે તો આ ફૂલો પણ વાયુ સંગે કરે વાતો,

ભ્રમર ફૂલોની થાય મુલાકાતો,

શહેરમાં તો પાડોશી પાડોશી વચ્ચે ક્યાં થાય છે વાતો !


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati poem from Drama