STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

દિલ મારું ચોરાઈ ગયું

દિલ મારું ચોરાઈ ગયું

1 min
115

પ્રેમનું ગીત મારું ચારેકોર ગવાઈ ગયું,

નામ મારું આમ ચારેબાજુ છવાઈ ગયું,


પહેલી નજરમાં કોઈએ કામણ કર્યું એવું

નામ એનું મારા હૃદય પર કોતરાઈ ગયું,


વેદના પીડાને હૃદયના ખૂણે સંતાડવી હતી,

પણ જોને ગઝલ બની ચારે કોર ચર્ચાઈ ગઈ !


નહોતો લેવો ભાર આ હૈયે પીડાઓનો,

પણ જાણે અજાણે કેટલું લેવાઈ ગયું,


નહોતી ખરચવી આ જિંદગીની પળો આમ,

પણ જોને આમ વ્યથામાં વેડફાઈ ગઈ,


કહેવી નહોતી નિષ્ફળતાની કહાની શબ્દોમાં,

મિત્રો થકી અમારી આંખોમાં વંચાઈ ગઈ,


આજે એમની સામુ જોવાઈ ગયું ને,

આંખોથી બધું કહેવાઈ ગયું,


દિલ મારું દેવું નહોતું કોઈને મારે પણ જોને,

ગયુંખબર વગર મારું દિલ ચોરાઈ ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy