STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

છેલ્લા શ્વાસ સુધી ચાહતી રહીશ

છેલ્લા શ્વાસ સુધી ચાહતી રહીશ

1 min
121

તારા તૂટેલા હૈયાને હું સાંધતી રહીશ,

પ્રેમનો મરહમ હું લગાવતી રહીશ,


કોઈ જો તોડે તારું આ પ્રેમાળ દિલ,

તો પ્યારથી દિલાસો હું આપતી રહીશ,


આવે જ્યારે જીવનમાં દુઃખોની પાનખર,

જીવનમાં સુખની વસંત હું લાવતી રહીશ,


હોય જ્યારે તારા હૈયે ભરપૂર ઉદાસી,

પ્રેમની મીઠી વાતોથી એને ભગાવતી રહીશ,


તારા જીવનમાં હોય કોઈ અઘરી પહેલી,

તારી પહેલીઓ ને હું સુલઝાવતી રહીશ,


જ્યારે હારી થાકી ને બેસી જાય ડગર પર,

તારામાં નવા પ્રાણ હું પૂરતી રહીશ,


ભલે ને તારી જિંદગીમાં હું શામિલ નથી,

તોયે તને છેલ્લા શ્વાસ સુધી ચાહતી રહીશ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance