STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

મન અને આકાશ બંને સરખા

મન અને આકાશ બંને સરખા

1 min
184

આ મન પણ આકાશ જેવું,

અસીમિત વિચારો તારાઓ જેટલા,


કલ્પનાના પંખીઓ ઊડે આ મનમાં,

હકારાત્મક વિચારો આ ચાંદ સૂરજ જેવા,


નકારાત્મક વિચારો આ અમાસની કાળી રાત્રી જેવા,

આકાશને પણ ભાર લાગે ત્યારે વરસી પડે,

મન પણ હળવું થવા અશ્રુ વહાવે,


ગર્જના કરતું આકાશ,

મન પણ વિદ્રોહ કરતું,


સવાર, બપોર, સાંજ, રાત આકાશનો નજારો અલગ,

મનના રંગો પણ અનેક,


ટેકા વગર ઊભું આકાશ,

મન પણ જો ને કશાય આધાર વગર,

કરે લાખો માઈલોની સફર,


મન ને આકાશ એક સરખા,

આકાશ અસીમિત અનંત,

મનના વિચારો પણ એમ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy