STORYMIRROR

Rajdip dineshbhai

Fantasy

3  

Rajdip dineshbhai

Fantasy

ત્યાં હું વિચારમાં પડ્યો

ત્યાં હું વિચારમાં પડ્યો

1 min
168

તે જોઈ રહી છે 

ને હું પણ જોઈ રહ્યો છું 

આ શું છે ? 

ત્યાં હું વિચારમાં પડ્યો 


તેને કેવા લોકો પસંદ હશે ?

ને તેને કેવા વાળ પસંદ હશે ?

ત્યાં હું વિચારમાં પડ્યો 


તે મળશે તો હું શું કહીશ ?

બોલી કેવી? શુદ્ધ ગુજરાતી કે સાદી ?

ત્યાં હું વિચારમાં પડ્યો 


અત્તર લગાવી જાઉં તો તેને ગમશે કે નહિ?

મારી પસંદ માં તેનો હાથ લાગશે કે નહિ ?

ત્યાં હું વિચારમાં પડ્યો 


ચાલવાની મને ટેવ છે તેને ચાલી આવીને મળીશ

તો તેને ગમશે કે નહિ ?

તેને એક ફૂલ તોડી આપું કે હું ખુદને?

ત્યાં હું વિચારમાં પડ્યો 


ઘરે બોલાવું જમવા તેને જમવું ભાવશે કે નહિ?

નળિયાવાળું ઘર ગમશે કે નહિ ?

શું હશે તેને પસંદ ? તેની પસંદગીમાં 

હું વિચારમાં પડ્યો 


ના ત્યાંથી જવાબ આવ્યો 

ને હું કહું કે ન કહું ?

ત્યાં હું વિચારમાં પડ્યો


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy