તમે જાવ છો ?
તમે જાવ છો ?
આવજો આવજો
એવું કહી ક્યાં જાવ છો ?
બેસી બેસી વિચાર આવ્યો,
તમે પાસે આવો છો કે દૂર જાવ છો,
હાથ નીચે મૂકો ને અહીં આવો
હાથમાં હાથ રાખી વચન આપો
કે ખરેખર ફરીથી તમે આવશો,
સમય પણ નથી મળતો ઘડિયાળ કાંડે રાખી
અમે તો એવું જ વિચારીએ કે તમે જાવ છો,
મળતા થશે જે થવું હોય તે
પ્રેમ કે ઝઘડો ખાલી વિચારીને કેમ દૂર જાવ છો ?
ચાલો કરીએ હાસ્યનો પ્રોગ્રામ
હલો હલો હા તમને જ કહી રહ્યો છું તમે આવશો ?
આવજો નો મતલબ શું ? તમે મને કહો છો કે હું તમને
અંતે અમે તો સમજી લીધું કે તમે તો જાવ છો.
