હે સખી,
હે સખી,
હે સખી હવે મળવું નહીં થાય!
હે સખી, હવે મોં કળવું નહીં થાય
આવજે એવું તો નથી કહેતો
હે સખી, મારાથી તને છોડવું નથી થાય
વાવેલા છોડ હું સંભાળી રાખીશ
આપેલા મારા ફૂલ તો કરમાઈ જશે
હે સખી, તારા જીવનમાં દુર્ગંધ છાંટવી મારે નહીં થાય
કાગળમાં બાળપણ સાચવી રાખીશ
સવારની ચા મા તારી યાદ ઉમેરી તને યાદ કરીશ
પણ હે સખી તારા વગર ચા પીવી પીવા જેવી નહીં થાય
નીકળી જશે છંટાયેલા રંગ તો મારા શરીર પરથી
વાગેલા ઘા પણ પુરાઇ જશે મારા શરીર પરથી
હે સખી જીવનમાં યાદોમાં જ જીવવું હવે મારાથી નહીં થાય
અરીસામાં બે ચહેરાની જગ્યા નહી રહી
દિવાલ પર બિંદી નહીં રહી
ઘરમાં તો ગુંજન એકલાનું જ રહેશે મારે
હે સખી, અરીસા સાથે હવે મારે તર્ક કરવું નહીં થાય
કંઈ ન કરવાથી પણ દિવસ તો નીકળી જશે
જે આવ્યા છે તે પણ જતા રહેશે
એક દિવસ હોત તો ચાલી જાત
હે સખી, આખી જિંદગી ગુજારવી હવે મારા મનથી નહીં થાય

