STORYMIRROR

Nehal Dadga

Romance Inspirational

4  

Nehal Dadga

Romance Inspirational

પેલા પાંદડામાં

પેલા પાંદડામાં

1 min
28K


આજે પેલા પાંદડામાં અને પોતાનામાં સામ્યતા પામી

મનને થોડો બરફ મળ્યો હતો..

કેટલાય દિવસોથી જે મારી આંતરિક સ્થિતિ હતી

એનું આજે બાહ્ય સ્વરુપ નિહાળવા મળ્યું હતું..


હું હિંચકા પર બેસી પેલી વેલના પાંદડાને જોઈ રહી હતી...

ઉપરનું છાપરું ટપકી રહ્યું હતું,

અને એ ટપકી રહેલ છાપરાનું પાણી ટીપે ટીપે પાંદડા પર પડતું હતું

અને એ પાંદડુ પાણીનો ભાર ખમાય તેટલી વાર પોતા પર રાખીને

પછી પવનના ઝાપટા સાથે પાણી ઉડાડી ફુદકવા લાગતું હતું..

અને મારા મનનો પણ કંઈક આજ રાગ કોઈકની યાદો સાથેનો હતો...

એકલતામાં આવી ચડતી એની યાદો...


જાણે હજુય એનો હાથ મારા વાળ પર ને નજર મારી નાદાની હરકતો પર...

અને પહેલી મુલાકાતમાં અજાણતા સ્પર્શી ગયેલ હાથ...

અને મારી મનસ્થિતિને પામી જનાર એની નજર....

આ યાદો દિલ પર ભારે થતાં જ હું એ પાંદડાની માફક ખંખેરી

માનવમહેરામણ ભણી ચાલવા માંડુ છું...

કારણ એ પાંદડાએ અને મારે હજુ ઘણાં વરસાદ જોવાના છે...


Rate this content
Log in

Similar gujarati poem from Romance