મારી મમ્મી સૂઈ રહી છે
મારી મમ્મી સૂઈ રહી છે
કરીને ઘણાં ઘરના કામ,
આંખોમાં હવે થાક ભરી,
મારી મમ્મી સૂઈ રહી છે.
અવાજ ના કરતાં ઘરમાં કોઈ,
મને પારણે સુવડાવી,
હવે મારી મમ્મી સૂઈ રહી છે.
મેં ચકલી ને કહ્યું બંધ કર તારી ચી..ચી,
આંખમાં ઘણો બધો બોજ લઈ,
મારી મમ્મી સૂઈ રહી છે.
તડકામાં રોટલી બનાવી,
હાથ પોતાના સળગાવી,
મને લાડથી ખવડાવી,
મારી મમ્મી સૂઈ રહી છે.
