STORYMIRROR

Mariyam Dhupli

Romance

4  

Mariyam Dhupli

Romance

રહેવા દે

રહેવા દે

1 min
28K


થોડા અંતરો પણ રહેવા દે

સંબંધોને શ્વાસ પણ ભરવા દે

ગૂંગળાઈ ન મરે પ્રેમ તારો 

એક મળવાની આશ પણ રહેવા દે......


હાસ્યની છોળો તો ઉઠતી રહેશે

એક વિરહ નું અશ્રુ પણ વહેવા દે 

સતત પડખું આપવા માં મજા નથી

કમી ની થોડી કદર પણ રહેવા દે....


ફક્ત ચ્હેરાઓ તાકવાથી થાકી જવાય  

સમય તાકવાની મજા પણ લેવા દે

મળી જશે બે છેડા ને સમાપ્ત વાર્તા  

ગાંઠ ઉકેલવા નો રોમાંચ થોડો રહેવા દે....


મળવાનો આનંદ થઇ જાય બમણો 

જુદાઈ ની એક પીડા એવી સહેવા દે

'લો આવી ગયા' તો એક હાશકારો માત્ર 

'એ આવશે ','એ આવશે'નો આનંદ રહેવા દે..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance