બેરંગ સફર : 52wkpm ed7-8,Sept 24
બેરંગ સફર : 52wkpm ed7-8,Sept 24
વિચાર્યું'તું કે સાથ સારી ઉમરનો છે,
ખબર નો'તી ક્યારે વળાંક આવી જશે?
સાથે ચાલ્યા ત્યારે મંઝિલ નહોતી નક્કી,
સાથ જીવનની સફરનો હતો ચાલવાનો,
વચ્ચે તું ફંટાઈ જઈશ ક્યાં ખબર હતી?
હતી રંગીન કહાની જીંદગી તારીમારી,
મહત્વ રહી ગયું ક્યાં સુધી ચાલ્યા સંગ,
ને ક્યાં તેં રસ્તો બદલી નાંખ્યો છોડી સંગ,
રંગત સારી સફરના સંગ સુધીની ફક્ત,
પછી બેરંગ સફર કહાની એકલતાની !
