બજારમાં હું અને તું
બજારમાં હું અને તું
એક દિવસ ન મેં વિચાર્યું કે ન તે કહ્યું,
છતાં મળી ગયા,હું ને તું બંને બજારમાં,
તું હતી એકલી અને હું પણ હતો એકલો,
છતાં અનેક વાતો થઈ આપણી સાથે બજારમાં,
તારો સાથ મારો શ્વાસ, તારા હાથમાં મારો વિશ્વાસ,
તને મળીને અનહદ ખુશી મળી જ્યારે બજારમાં,
ભાન ભૂલી ગયેલા માણસને તે દિશા નવી ચીંધી,
સાથે પગ ઉપાડી તે રાહ શોધી નવી છે, બજારમાં,
અજાણ્યા બાળ જેમ દરબદર દુકાને ભટકતા બંને,
ખબર પૂછી કોણે કોની ? 'ને વસ્તુ લીધી બજારમાં,
માવઠામાં પણ, જો ગમતું માણસ સાથે હોય તો, પલળતાં,
જોડે ચા પીવાની મજા આવે બજારમાં.

