હાઉ યંગ આઈ એમ
હાઉ યંગ આઈ એમ
ગર્વ અનુભવું છું જવાબ આપતા સિત્તેરનો છું ઉંમરથી,
પણ જુસ્સો હજી સત્તરનો, હાઉ યંગ આઈ એમ ?
નથી ગમતું ઘરડા થવું કે દેખાવું માટે જ હાઉ ઑલ્ડ આર યુ ની
બદલે કદાચ પૂછાય છે કે હાઉ યંગ યૂ આર ?
નસીબદાર છું વર્તાતી નથી ઉંમર શરીર પર, પણ કરવા પ્રેરે
અદેખાઈ, એ કરે પ્રશ્નો કહી - હાઉ ઑલ્ડ આર યુ ?
ભોળું દિલ મારું હરખાય, છોડીઓનાં સાંભળી વખાણ
"અભી તો મૈં જવાન હું" કહું પૂછો-હાઉ ઑલ્ડ આર યુ ?
"યંગ એટ હાર્ટ" ની વ્યાખ્યા નથી સમજાતી, નેવું વર્ષે પણ
જુસ્સો તો હોય ને, કોઈ પૂછે - હાઉ ઑલ્ડ આર યુ ?

