પ્રેમને ઓળખો
પ્રેમને ઓળખો
નજર તું એની સાથે મેળવ કે જે તારી ભાષા સમજ્યા કરે,
તારા ચહેરાના ભાવ વાંચીને તને પ્રેમમાં કાયમ ડૂબાડ્યા કરે,
દિલ તું એની સાથે મેળવ કે જે તારી ધડકન સાંભળ્યા કરે,
તારી ધડકનનો તાલ મેળવીને તારી લાગણી સમજ્યા કરે,
દિવાની તું એવા પ્રેમીની બન કે જે તારો પડછાયો બન્યાં કરે,
તારા સુખ દુઃખનો સાથી બનીને જીવનમાં સાથ નિભાવ્યા કરે,
ચિંતા તું એવા પ્રેમીની કર કે જે હંમેશા તારી ચિંતા કર્યા કરે,
પ્રિયતમા તું એવા પ્રેમીની બન કે જે તને દિલમાં સમાવ્યા કરે,
શબ્દ તું એવા મધુર સરકાવ કે જે તારી ગઝલ લખ્યા કરે,
"મુરલી" તારી ગઝલને તે તારા પ્રેમના રાગમાં ગાયા જ કરે.

