સહિયારા શ્વાસ
સહિયારા શ્વાસ
તું જ છે આ દિલનો ધબકાર
ચાલને લઈએ સહિયારા શ્વાસ,
તું જ વિના આ મનમાં મુંઝાર
વાટ તારી જોતા આંખ વહેતી ચોધાર
દિલ આ ધબકારો ભૂલી જાય,
ચાલને લઈએ સહિયારા શ્વાસ,
વિરહની આ વેદના સહી ન સહાય
મિલનની આશમાં છે આ જીવન આધાર
ચાલને લઈએ સહિયારા શ્વાસ,
કૃષ્ણ ને રાધા સમો પ્રેમ છે અજોડ
ચાલને એવું જ બનીએ યુગલ.

