એટલું જ કહેવું છે
એટલું જ કહેવું છે
તારી પ્રીતના બંધનમાં રહેવું છે,
તારી લાગણીનાં ભાવમાં વહેવું છે,
તારા થકી મળે છે, મને જીવવાનું બળ,
બસ આંખો થકી એટલું જ કહેવું છે.
મારા હૈયે તારા માટે અનહદ પ્રીત છે,
તારી પ્રીત થકી જીવન જંગમાં જીત છે,
તકલીફોથી પણ હું હારતી નથી કદી,
સૂરજથી વધારે ઉજળું તારું સ્મિત છે.

