STORYMIRROR

Nayana Charaniya

Romance Inspirational

3  

Nayana Charaniya

Romance Inspirational

પ્રેમગીત

પ્રેમગીત

1 min
170

મારા જીવનનું સંગીત તમે છો,

મારા ધડકનની પ્રીત તમે છો,

આ જીવનના ધબકારનું કારણ તમે છો... તમે છો.. તમે... જ છો.


મારા મનનો મોર તમે છો,

મારા ચિતના ચોર તમે છો,

ચાતકની પ્યાસની ચાહત તમે છો...તમે છો... તમે જ છો .


મારા મનના માંડવે મ્હેક તમે છો,

મારા તનના હર શ્વાસ તમે છો,

મારા સુખ - દુઃખના સાથી તમે છો...તમે છો... તમે જ છો. 


મારા આ મનના કૃષ્ણ તમે છો,

મારા જીવનના આનંદનો અવસર તમે છો,

મારી અધૂરી પ્રીતની જીત તમે છો...તમે છો...તમે જ છો. 


મારા 'નેત્રમ' નું તેજ તમે છો,

મારા સ્નેહનું સરનામું તમે છો,

મારા પ્રેમનું પ્રતીક તમે છો... તમે છો... તમે જ છો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance