રોજ રોજ તને મળવું ગમે છે
રોજ રોજ તને મળવું ગમે છે
તારી યાદોની વર્ષામાં મને પલળવું ગમે છે,
સરિતા સાગરની જેમ તારામાં ભળવું ગમે છે,
તારા માટે લડે મારું મન અને આ હૈયું,
બસ તારા માટે જાત સાથે લડવું ગમે છે,
જેમ ભ્રમર પડે ફૂલોનાં પ્રેમમાં રોજ રોજ,
એમ મને રોજ તારા પ્રેમમાં પડવું ગમે છે,
તારી ખુશીઓ માટે રોજ ઈશ્વર સાથે લડું છું,
તારા રસીલા હોઠ પર સ્મિત ધરવું ગમે છે,
અપાર ખુશીઓ મળે છે તારા મિલન થકી,
રોજ રોજ કારણ વગર તને મળવું ગમે છે.

