STORYMIRROR

DR REKHA SHAH

Tragedy

3  

DR REKHA SHAH

Tragedy

મા ઓ મા !

મા ઓ મા !

1 min
212

મા ઓ મા!!

પુકારે તને રડતાં રડતાં તારી કાળજાંની કટકી,

ઘા કારમો વ્રજ સરીખો ન કરવા તુજને વિનવતી,

સુંદર સૃષ્ટિને તુજ નયનથી નીરખવાને તરસતી,

વસીશ માડી સદાય તુજ હદયે એમ જ ઝંખતી,

પણ! મા! એક મોકો આપવામાં તું કેમ મુંઝાતી!!


હું તો વ્હાલની ભીની સુગંધી લહેરખી,

તુલસીક્યારે તુજ આંગણ માં મહેકતી,

અંધકારમાં ઉજાસની રોશની ફેલાવતી,

રવિ કિરણો જેવી બનીશ હું તેજસ્વિની,

પણ! મા! એક મોકો આપવામાં તું કેમ મુંઝાતી!!


પા-પા પગલી કરવા આંગણ મહીં,

હું વરસતી વહાલની વાદળી સરખી,

આવીને હું પણ વીરાને બાંધીશ રાખડી,

કહેતાં સૌ સાપ નો ભારો છે દીકરી,

પણ! મા! એક મોકો આપવામાં તું કેમ મુંઝાતી!!


સુનિતા-કલ્પનાની જેમ બનવું મારે અવકાશયાત્રી,

કરવું રોશન નામ માતા-પિતા નું સર્વ જગ માહીં,

માડી તું શાને દીકરા-દીકરી નાં ભેદમાં ભરમાતી,

કલેજું તારું કેમ કરી સહેતું આ વેદના સારી,

પણ! મા! એક મોકો આપવામાં તું કેમ મુંઝાતી!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy