હાસ્યરસ
હાસ્યરસ
નવ રસમાં ઉત્તમ રસ છે હાસ્ય
ક્યાંક મીઠું ને મધુરું મલકાતું હાસ્ય
વસે છે છલ્લોછલ પ્રેમમાં પણ હાસ્ય
તો ક્યાંક છે વેદનાનું ઝરણું આ હાસ્ય
કાતિલ છે ને કત્લ કરે છે આ હાસ્ય
તો ક્યાંક છે ભ્રામક છલનાઓનું હાસ્ય
છલકાય છે નટખટ શિશુના મુખ પર હાસ્ય
ક્યાંય ન દીઠું આવું સુંદર ભોળું હાસ્ય
ઋજુ હૃદયી નારીના ચહેરાનું નૂર છે હાસ્ય
છે અનેક રહસ્યો મહીં ઘેરાયેલું હાસ્ય
હૈયે ને હોઠે સદા વસે જેને હાસ્ય
છે એ નર સદા સુખી, થકી હાસ્ય.