STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Drama Romance Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Drama Romance Others

"રણકાર"

"રણકાર"

1 min
306

પ્રેમની ખુશ્બૂ એ ઉપવનમાં,

હજુયે પણ મહેંકાય છે,

આજે પણ આયનામાં જાણે,

યાદોનું અતીત ડોકાય છે,


સોનેરી સાંજ ને ખોળે પ્રકૃતિના,

પ્રેમ નિવેદન થાય છે,

સંઘરી રાખી છે એ પળો હજુયે,

આંખોમાં ઉલેચાય છે,


તરબતર પ્રેમની હેલી બેઉનાં,

હૃદયતળ ભીંજવી જાય છે,

પણ રે ભાગ્ય! ક્ષણિક સાથને,

હમસફર ક્યાં કહેવાય છે?,


ઘટી સંવાદિતા સંબંધો હવે,

શોશ્યલ મીડિયાના સચવાય છે,

તૂટ્યા સ્વપ્નો પણ હવે સેલ્ફીના,

નવા કચકડે મઢાવાય છે,


દિલ હો નાજુક પણ કાચ નથી,

રણકાર ફરી એ ઘંટડીનો થાય છે,

નવા એકાઉન્ટમાં, નવું આઈડી ને,

ફ્રેન્ડલીસ્ટમાં નવા ચહેરાઓ ઉમેરાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama