ધરતી
ધરતી
ઉગમણે પો ફાટ્યું,
ચાલ્યો એ તો વૈશાખી વાયરે, સીમની પગથારે,
ભાગતો ચાલ્યો જાણે, ભાગ્યના સથવારે,
આંખોમાં આંજયું છે, તડકાનું આંજણ,
ઘૂંટણમાં જાણે છે, છાસ્યુનું પીંજણ,
લીધા છે સાથે જોડીદાર, ધુરા અને ધુંસરી,
ધરતીપુત્રના સથવારે ચાલ્યા જાણે ધામલા,
કદી નડી જાય પથ્થર, તો કદી અડી જાય પગ,
શરીર નીચોવે, એ તો પરસેવે ન્હાય,
તોય સૂકી ભઠ્ઠ ધરતીને ઉલેચે જાય,
રંગ લાવે જુઓ, અભણની આ મહેનત,
લહેરાતી ઉંબીઓ ને મબલખ છે પાક,
સૂકી ભઠ્ઠ ધરતી પર, લોહી પાણી એક,
લીલીછમ ચુંદડી ઓઢાડું, એવી છે નેમ,
આખી સૃષ્ટિનો અન્નદાતા એ ધરતીનો તાત,
સાંજ પડે આંખોમાં ખુશી ભરી ઘેર આવતો.
