STORYMIRROR

Kaushik Dave

Drama Others

4  

Kaushik Dave

Drama Others

માણસને માણસ સાથે ફાવતું નથી

માણસને માણસ સાથે ફાવતું નથી

1 min
303

બહુ વિચિત્ર બની રહ્યો છે માણસ

માણસને માણસ સાથે ફાવતું નથી,


એકલપંડે જીવવું અને સ્વાર્થમાં રહેવું

બની રહ્યો છે માણસ હવે સાવ જુદો

માણસને માણસ સાથે ફાવતું નથી,


કૂતરા બિલાડાને કરશે વ્હાલ જરૂર

છતાં સ્વભાવ એનો સુધરતો નથી,


પ્રેમ મેળવવા કરશે જરૂર પ્રયત્ન

પણ સાચો પ્રેમ કદી કરશે નહીં,


માણસ માનવ બનવાનો કરે પ્રયત્ન

પણ માનવતા દાખવી શકતો નથી,


એકલું જીવવું, સ્વાર્થી બની રહેવું

માણસને માણસ સાથે ફાવતું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama