મુખોટું
મુખોટું
મુખ ઉપર પહેરે મુખોટાં, ના તપાસો, માનવી છે,
જિંદગીના રંગ બદલે, ના જણાવો, માનવી છે,
આ જગતના રંગમંચે, એ ગજબ નાટક કરે છે,
દર્દ-પીડાને છૂપાવે, ના જતાવો, માનવી છે,
હાસ્યને પલટી શકે છે અશ્રુમાં, પળવારમાં જે,
નાટકી ખેલો કરે છે, ના બતાવો, માનવી છે,
અશ્રુને ભીતર દબાવી, હાસ્ય પણ લાવી શકે છે,
સ્મિત હોંઠો પર સજાવી, ના જપાવો, માનવી છે,
ભીતરે રાખી અહં, દેખાવ કરતો જે સરળનો,
સત્યને ઢાંકી શકે છે, ના ડરાવો, માનવી છે,
જે સમયના દાવ પર, ખેલી શકે છે દાવ સઘળાં,
અવગણી લે છે સમયને, ના પટાવો, માનવી છે,
ઓળખી જેને શકો ના, શું હશે દિલમાં ભરેલું,
આંખ બોલે જે અવર એ, ના ભણાવો, માનવી છે.
