બનવું તો આવું બનવું
બનવું તો આવું બનવું


થઈ આવી હોંશ સૂણી ગુણગાન આજે
કેટલો મહાન ખપ્યો જણ આ જગ કાજે,
સમર્થ શૂરવીર શાણો સત્યવાદી સાચે
પ્રબુદ્ધ પ્રમાણિક પરગજુ મધુર વાચે,
સહુ સફેદ વસ્ત્રે મળ્યાં'તા ભરપૂર ટોળે
ગમગીન ગંભીર સૌ કોટી છટાઓ ખોળે,
થવું તો થવું મહાન આવા રે કોઈ ભોગે
સિદ્ધિ વરી એને જોને શિર સહસ્ત્ર છોગે,
યુગપુરુષ નામ જાણી હૃદય તીર વાગે
અરે સ્વયં સપને મુજ તણું બેસણું લાગે !