STORYMIRROR

PARUL GALATHIYA

Drama

4  

PARUL GALATHIYA

Drama

ગરીબી મને ગમે છે

ગરીબી મને ગમે છે

1 min
276

અમીરી તમારી તમોને મુબારક,

મને તો ગરીબીમાં જીવવું ગમે છે,

જોયા દિલ નાના તો, મોટી છે ઇમારત,

સહુનાં મનોમાં તો, સ્વાર્થો રમે છે,


દિસે બ્રાહ્ય નજરે ભણેલા વિષારદ,

પણ માંહ્ય જુઓ ઘમંડ નડે છે,

કુબો સાવ નાનો અમારી વિરાસત,

છતાં સૌ મળીને જમાડી જમે છે,


પડે એક સંકટ બધા થાય હજાર,

ફળો આવતા એ જ શાખા નમે છે,

'પલ' અમે તો ગરીબીના વારસ,

મન લાગણીના વમળમાં ભમે છે,


અમીરી તમારી તમોને મુબારખ,

મને તો ગરીબીમાં જીવવું ગમે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama