વિયોગમાં તારી યાદ વરસાદથી મળે
વિયોગમાં તારી યાદ વરસાદથી મળે
તારી યાદોના વાદળો ઘેરાય આ,
વરસાદ આંખોમાં,
મિલનની વેળા આવે લઈ ઊડે, વિયોગને પાંખોમાં.
આ તારી યાદોનો વરસાદ રોજ, પળે મને અપાતો,
તારા વિયોગનો પતંગ ઊડતો, નથી કે નથી કપાતો.
યાર તારી યાદોનો વાયરો રોજે, સંક્રમણ ફેલાવે,
વરસાદના છાંટા થઈ પાંપણ, પલકોને રેલાવે.
જેમ બે વાદળોનું થાય મિલન, વરસી પડે મેઘ,
એમ રચાય વિયોગ બે દિલોનો, રડી પડે આ નેણ.
ચિત્તમાં ઘણીવાર વાદળો તારી, યાદોમાં જ ઘેરાય,
કાળા ભમ્મર રેશમી વાદળોનો,વરસાદ રેલાય.
જેમ પગની પાનીએ ખમખમ, પાયલ રણકાઈ,
તેમ મિલનની રાહે વિયોગથી,આ નેણ છલકાઈ.
હોઠ હસી પડે હરખથી આવેને, મિલનની વેળા,
યાદનો ઉભરો આવી જાય આંખો, હોય જળના મેળા.
જળ ભરી નદીને મળવા માટે, કિનારો તરસે છે,
વિયોગમાં તારી યાદ વરસાદથી વધુ વરસે છે.
