તારી યાદ
તારી યાદ
1 min
362
તારી યાદોનો સૂરજ તો ઊગે છે,
મિલનનો ચાંદો સ્મિતમાં પુગે છે,
ઊડતા પંખીની પાંખો પીંખાઈ છે,
વિયોગના દર્દે આંખો ભીંજાઈ છે,
માતા પોતાના બાળકને ચાહે છે,
આ ધરતી વરસાદની રાહે છે,
મારી યાદમાં સાજન વસેલો છે,
હૈયે હૈયામાં વિયોગ સહેલો છે,
મિલનથી મારું જીવન ફળે છે,
તારી યાદમાં આ સંદેશ મળે છે,
વિયોગમાં તડપતો સૂરજ નમે છે,
મિલન વેળાએ બંને સાથે જમે છે,
યાદનો દરિયો આંખમાં વરસાદ લાવે છે,
મિલન પછી વિયોગની ઘડી આવે છે.
