STORYMIRROR

PARUL GALATHIYA

Romance Inspirational

4  

PARUL GALATHIYA

Romance Inspirational

મિલનની ઘડી

મિલનની ઘડી

1 min
316

તારી યાદમાં કરીશ, હું ભાવથી રોજ પ્રાર્થના,

વિયોગ સહન કરી, હું કરું રોજ ઉપાસના.


આખોંના વરસાદથી, કરું હું રોજ વંદના,

જીવનમાં મિલનથી, મળે મને સાચી આર્ચના.


વિયોગમાં તારી યાદ, મને હરરોજ સતાવે છે,

મિલનમાં વાદળો, વરસાદના રોજ બતાવે છે.


વિયોગમાં સ્નેહ મારો, સૂકું પાન બની ઘવાતો,

આ યાદમાં મિલનનો, વરસાદ હૈયે છવાતો.


આંખલડી તારી યાદનો, પળે પળે ધબકાર છે,

તારા હોવાથી જ આજે, મિલનનો ઝબકાર છે.


ધરતીની ધૂળમાં, પણ તારા પ્રેમનો એકરાર છે,

અમી ભરેલી આંખોમાં, વિયોગનો પડકાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance