વરસાદની વાત છે
વરસાદની વાત છે
ઝરમર વરસતા આ વરસાદની રાત છે,
તારા માટે બસ એક જ ફરિયાદ છે.
યાદોના વાદળને એકાંત પાસ છે,
વચનો તારા આજ ક્યાંક નાપાસ છે.
ચહેરા પર ઉદાસી ને અશ્રુઓની ધાર છે,
હૈયે મારા આજ કાળી અમાસ છે.
છબીઓમાં તારી ઉલ્લાસ અપાર છે,
નયન મારા આજેય હતાશ છે.
ફૂલોની સુગંધ અહીં આભાસ છે,
મનમાં તારા પ્રેમનો વિનાશ છે .
કાગળ પર બસ તારા જ વિચાર છે,
એના માટે ફક્ત આ એક ફરિયાદ છે.

